મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે કબીર ટેકરી વિસ્તારમાં દરોડો પાડી ઓટો રીક્ષામાં વિદેશી દારૂની હેરફેર કરતા બે શખ્સને ઝડપી લઈ વિદેશી દારૂ સપ્લાય કરનાર બુટલેગરનું નામ ખોલાવ્યું હતું.જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે કબીર ટેકરી વિસ્તારમાંથી ઓટો રીક્ષામાં વિદેશી દારૂની હેરફેર કરતા આરોપી અસગરભાઇ અબ્દુલભાઇ ચાનીયા,રહે.મોરબી કબીર ટેકરી શેરીનં.8 અને ભાવેશગીરી રમણીકગીરી ગૌસ્વામી, રહે. વાવડીરોડ, ગાયત્રીનગર, શેરીનં.5, ભાડાના મકાનમા મુળ રહે.મોરબી નાનીપારેખ શેરી નામના શખ્સોને વિદેશી દારૂની 21 બોટલ કિંમત રૂપિયા 6300 તેમજ સી.એન.જી રીક્ષા નં.GJ-08-AV-9559 કિંમત રૂપિયા 50 હજાર સહિત કુલ રૂપિયા 56,300ના મુદામાલ સાથે ઝડપી લેતા બન્ને આરોપીઓએ વિદેશી દારૂનો આ જથ્થો આરોપી બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા રહે.મોરબી દાઉદીપ્લોટ શેરીનં.2 વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.