સ્વ. બચુભાઈ જાદવજીભાઈ ગોપાણીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે આયોજન કરાયુંહળવદ : આજરોજ હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે સ્વ. બચુભાઈ જાદવજીભાઈ ગોપાણીની પુણ્ય સ્મૃતિમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ ડો. દિલીપ ગોપાણી (ડો. ગોપાણી હોસ્પિટલ મોરબી)ની પ્રેરણાથી સમસ્ત ગોપાણી પરિવાર દ્વારા આયોજિત કરાયો હતો. આ કેમ્પમાં 85 બ્લડની બોટલ એકત્ર કરવામાં આવી હતી. આ બ્લડની બોટલ શ્રી બ્લડ બેંક મોરબી (નાથાણી બ્લડ બેંક મોરબી) ખાતે બ્લડની જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. મહત્વનું છે કે, સ્વ. બચુભાઈ ગોપાણીનું 85 વર્ષની ઉંમરે અવસાન થતાં તેમની સ્મૃતિમાં સ્વજનો દ્વારા 85 બ્લડની બોટલ ડોનેટ કરી સેવાકીય કાર્ય થકી સદગતને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આ કેમ્પને સફળ બનાવવા ગોપાણી પરિવાર તેમજ નવા ઘનશ્યામગઢ ગામના સેવાભાવી લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.