મોરબી : આજની તારીખ 08 જાન્યુઆરી મહમૂદ ગઝનવીએ કરેલી સોમનાથ મંદિર, બાહ્ય અવકાશ સહયોગ માટે ભારત અને મંગોલિયા વચ્ચે થયેલા કરારને મંજૂરી સહિતની અનેક મહત્વની ઘટનાઓ, ભારતીય લેખિકા અને કવિ આશાપૂર્ણા દેવી, ગુજરાતી વાર્તાકાર હિમાંશી શેલત સહિતના પ્રખ્યાત વ્યક્તિઓના જન્મ તથા ભારતના પ્રથમ મહિલા પાયલોટ સુષ્મા મુખોપાધ્યાય સહિતની પ્રખ્યાત વ્યક્તિઓના નિધનનો સાક્ષી બન્યો છે. તેમજ આજે આજે પૃથ્વી પરિભ્રમણ દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે માગશર વદ બારસ છે. ત્યારે જાણીએ 08 જાન્યુઆરીના રોજ બનેલી મહત્વની ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ વિષે...મહત્વની ઘટનાઓ1026- સુલતાન મહમૂદ ગઝનવીએ ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિરને લૂંટ્યું અને નષ્ટ કર્યું.1790 – અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટને પ્રથમ વખત દેશને સંબોધન કર્યું.1800 – ઑસ્ટ્રિયાએ બીજી વખત ફ્રાંસને હરાવ્યું.1867 – યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસે આફ્રિકન–અમેરિકન પુરુષોને વોશિંગ્ટન ડી.સી.માં મત આપવાનો અધિકાર આપવા માટે બિલ પસાર કર્યું.1918 – યુ.એસ. પ્રમુખ વુડ્રો વિલ્સને પ્રથમ વિશ્વયુદ્ધ પછીના સમય માટે તેમના 'ચૌદ મુદ્દાઓ' જાહેર કર્યા.1929 – નેધરલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેલિફોન જોડાણ સ્થાપિત કરવામાં આવ્યું.1952 – જોર્ડને બંધારણ અપનાવ્યું.1973 – સોવિયેત અવકાશ મિશન લુના–૨૧ શરૂ કરવામાં આવ્યું.1995 – સમાજવાદી વિચારક, સ્વાતંત્ર્ય સેનાની મધુ લિમયેનું અવસાન થયું, જેઓ રામ મનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણના નજીકના સહયોગી હતા.1996 – ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સવા મિત્રાનનું 79 વર્ષની વયે પેરિસમાં અવસાન થયું.2001 – આઇવરી કોસ્ટમાં બળવો નિષ્ફળ ગયો, ભારતીય વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી વિયેતનામ અને ઇન્ડોનેશિયાની સાત દિવસની મુલાકાતે વિયેતનામ પહોંચ્યા, ભારત-વિયેતનામ વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થયા, ઘાનામાં બે દાયકા જૂના રેલિંગના શાસનનો અંત આવ્યો, જોન કુફેર રાષ્ટ્રપતિ બન્યા.2003 – શ્રીલંકાની સરકાર અને એલટીટીઇ વચ્ચે નાકોર્ન પાથોમ (થાઇલેન્ડ)માં મંત્રણા શરૂ થઈ.2008 – કેન્દ્ર સરકારે અરુણ રામનાથનને નાણાકીય વિભાગના સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે છઠ્ઠા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું.2009 – પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભેરો સિંહ શેખાવતે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી.કોસ્ટા રિકાના ઉત્તરના ક્ષેત્રમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 15 લોકોના મોત થયા હતા અને 32 લોકો ઘાયલ થયા હતા.2017 – ઇઝરાયેલના જેરૂસલેમમાં ટ્રક હુમલામાં ઓછામાં ઓછા 4 સૈનિકો માર્યા ગયા, 15 ઘાયલ.2020 – કેન્દ્રીય કેબિનેટે બાહ્ય અવકાશ સહયોગ માટે ભારત અને મંગોલિયા વચ્ચે થયેલા કરારને મંજૂરી આપી.કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ ‘ભારતમાં ઈ-કોમર્સ પર માર્કેટ સ્ટડીઃ કી ફાઈન્ડિંગ્સ એન્ડ ઓબ્ઝર્વેશન્સ’ શીર્ષક હેઠળનો અહેવાલ જાહેર હતો. ભારતમાં ઈ-કોમર્સ પર બજાર અભ્યાસની એપ્રિલ 2019 માં CCI દ્વારા શરૂઆત કરવામાં આવી હતી.ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ સત્તાવાર રીતે Wi-Fi કોલિંગ લોન્ચ કર્યું છે. આ સેવા કોઈપણ Wi-Fi પર અને ભારતમાં દરેક જગ્યાએ કામ કરશે.પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ1890 - રામચંદ્ર વર્મા – હિન્દી સાહિત્યકાર1908 - નાદિયા – ભારતીય ફિલ્મોની જાણીતી અભિનેત્રી.1909 – આશાપૂર્ણા દેવી, ભારતીય લેખિકા અને કવિ (અ. ૧૯૯૫)1925 – મોહન રાકેશ, ભારતીય લેખક અને નાટ્યકાર (અ. ૧૯૭૨)1926 – કેલુચરણ મોહપાત્રા, ભારતીય નર્તક અને નૃત્યપ્રશિક્ષક (અ. ૨૦૦૪)1929 – સઈદ જાફરી, ભારતીય-બ્રિટિશ અભિનેતા (અ. ૨૦૧૫)1941 - આર. વી. જાનકીરામન – પુડુચેરીના ભૂતપૂર્વ 7મા મુખ્યમંત્રી1942 – સ્ટીફન હોકિંગ, ભૌતિક વૈજ્ઞાનિક અને લેખક (અ. ૨૦૧૮)1947 – હિમાંશી શેલત, ગુજરાતી વાર્તાકાર1953 - માણિક સાહા – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી અને ઓરિસ્સાના નવા નિયુક્ત મુખ્યમંત્રી.1975 - હેરિસ જયરાજ – ભારતીય સંગીતકાર.1984 - કિમ જોંગ ઉન – ઉત્તર કોરિયાના ત્રીજા સર્વોચ્ચ નેતા.1985 – હર્ષ સંઘવી, રાજકારણી, ગુજરાતના ગૃહ મંત્રી1993 - સાથિયન જ્ઞાનસેકરન – ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી.પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ1642 – ગૅલિલિયો ગૅલિલિ, ઈટાલીયન ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, અને તત્વચિંતક (જ. ૧૫૬૪)1884 - કેશવચંદ્ર સેન – એક પ્રખ્યાત ધાર્મિક અને સામાજિક સુધારક, જે ‘બ્રહ્મ સમાજ’ના સ્થાપકો પૈકીના એક1941 - પ્રણવાનંદ મહારાજ – ભારત સેવાશ્રમ સંઘના સ્વામી.1955 - મધુ લિમયે – એક ભારતીય રાજકારણી અને સમાજવાદી આંદોલનના નેતાઓ પૈકીના એક 1984 - સુષ્મા મુખોપાધ્યાય – ભારતના પ્રથમ મહિલા પાયલોટ.2019 – જયંતિલાલ ભાનુશાળી, ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય (જ. ૧૯૬૪)(અહીં આપેલી જાણકારીનું સંકલન ઇન્ટરનેટ પર પ્રાપ્ત વિગતો પરથી કરેલું છે.)