મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડની અંદર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આગામી તારીખ 10 જાન્યુઆરીને બુધવારે સવારે 9 થી 11 સુધી વિનામુલ્યે એક્યુપ્રેસરની પદ્ધતિથી શરીરના કોઈપણ જાતના દુઃખાવાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે. મોર્નિંગ વોકીંગ ગૃપવાળા ઈશ્વરભાઈ મોટકા (પટેલ) દ્વારા એક્યુપ્રેશરની પદ્ધતિથી દુઃખાવાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે. આ અંગેની વધુ માહિતી માટે ઈશ્વરભાઈ મોટકાનો (પટેલ) મો.નં. 9687619729 પર સંપર્ક કરી શકાશે.