પહેલા દેશ પછી ધંધો : માલદીવ સરકારના ભારત વિરોધી વલણ સામે મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનનો મુહતોડ જવાબમોરબી : પહેલા દેશ પછી ધંધો... માલદીવ સરકારના ભારત વિરોધી વલણ સામે મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશને મુહતોડ જવાબ આપ્યો છે. એસોસિએશને એવો નિર્ણય કર્યો છે કે કોઈ ટ્રાવેલ એજન્ટ માલદીવના બુકીંગ જ નહીં કરે. આ ઉપરાંત લક્ષદ્રીપ અને અંદમાનના પેકેજ ઉપર ડિસ્કાઉન્ટ આપશે.આ મામલે એસોસિએશનની યાદીમાં જણાવાયું છે કે થોડા દિવસો પહેલા માલદિવમાં સરકાર બદલાયેલ છે. આ નવી સરકાર ભારત વિરોધી ગતિ વિધિ કરતી જણાયેલ છે. ત્યાંની સરકારે જાહેર કર્યું હતું કે માલદિવમાં રહેલા ભારતીય સૈનિકોને હાંકી કાઢવામાં આવશે. માલદિવના રાષ્ટ્રપ્રમુખે ભારત વિરોધી ગતિવિધિ કરતા દેશો સાથે મિત્રતા કેળવવાનું ચાલુ કર્યું છે જેથી ભારતને નુકસાન પહોંચાડી શકાય.થોડા દિવસો પહેલા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વિપની મુલાકાતે ગયા હતા અને ત્યાંના ફોટા સોશીયલ મીડિયામાં મુક્યા હતા. આ બાબત માલદિવના અમુક રાજનેતા અને સરકારના પદાધિકારીઓને ગમી ન હતી. જેથી ત્યાંના 3 મંત્રીઓએ ભારત તેમજ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખરાબ ટિપ્પણી કરી હતી. એક મંત્રી એ તો સોશિયલ મીડિયામાં એક ફોટો મુકી ને ભારત તેમજ ભારતના નાગરિકોની ખરાબ મજાક કરેલી છે. ભારતને ખરાબ ચિતરવાની બાબતોનો મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના દરેક સભ્યો વિરોધ કરે છે.કાલથી સોશિયલ મીડિયામાં #BoycottMaldives ખુબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ અભિયાનને આગળ વધારતા મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના દરેક એજન્ટ તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે કે દરેક એજન્ટો માલદિવનુ બુકિંગ નહિ કરે. આ ઉપરાંત લક્ષદ્વિપ અને અંદમાન - નિકોબારના બુકિંગ પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપશે જેથી ભારતના બીચ ટુરિઝમને પ્રમોટ કરી શકાય.