જાનહાની સર્જાઈ તે પૂર્વે પાલિકા રખડતા ઢોરનો પ્રશ્ન દૂર કરે તેવી માંગમોરબી : મોરબીના સો-ઓરડી ચોકમાં આજે બે આખલાઓ વચ્ચે જોરદાર લડાઈ જામી હતી. જો કે સદનસીબે આ લડાઈમાં કોઈ હડફેટે આવ્યું ન હતું.મોરબીમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ છે. અનેક લોકો તેનો ભોગ પણ બન્યા છે. તેવામાં આજે સામાકાંઠે જિલ્લા પંચાયતના ગેટ પાસે સો-ઓરડીના ચેક પાસે બે ખુટિયા વચ્ચે લડાઈ જામી હતી. આ વિસ્તારમાં અનેક સરકારી કચેરીઓ આવેલ છે. આ વિસ્તાર સતત અવરજવર વાળો હોય, આખલાઓની લડાઈથી લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જો કે આ લડાઈમાં કોઈ હડફેટે ન ચડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.