મોરબી : મોરબીની બ્રહ્મપુરી સોસાયટીમાં અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.મોરબી બ્રહ્મપુરી સોસાયટી ખાતે વિવેકભાઈ શુક્લ તથા ધવલભાઈ પંડયાની આગેવાની હેઠળ અક્ષત કળશનું બ્રહ્મપરિવાર દ્વારા વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું તથા દરેકના ઘરે અક્ષત કળશની પૂજા તેમજ દિવ્ય આરતી કરવામાં આવી હતી. અક્ષત કળશના દર્શનનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો.