રીક્ષા ચાલકોએ ભાગવાનો પ્રયાસ કરતા મોરબી તાલુકા પોલીસે પીછો કરીને દબોચી લીધામોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે મોરબીના આંદરણા ગામ પાસે બે અલગ અલગ દરોડોમાં રિક્ષાઓમાં દારૂની હેરાફેરી કરતા ત્રણને ઝડપી લીધા હતા. જો કે રેડ દરમિયાન રીક્ષા ચાલકોએ ભાગવાનો પ્રયાસ કરતા મોરબી તાલુકા પોલીસે પીછો કરીને દબોચી લીધા હતા.મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા સહિતના પોલીસ સ્ટાફે ઉત્તરાયણ નિમિતે દારૂની બદી અટકાવવા માટે તપાસ કરતા જી.જે.08 એ.વી.6287 નંબરની રીક્ષા ઈંગ્લીશ દારૂ ભરીને હળવદથી મોરબી તરફ આવતી હોવાની બાતમીના આધારે વોચ ગોઠવીને આ નબરવાળી રીક્ષા અટકવાનો પ્રયાસ કરતા રીક્ષા ચાલકે રીક્ષા લઈને ભાગવાનો પ્રયાસ કરતા તાલુકા પોલિસી પીછો કરી આંદરણાં ગામના બસ સ્ટેન્ડ પાસેથી રૂ.28,800ની કિંમતની 92 ઈંગ્લીશ દારૂની બોટલ અને રીક્ષા મળી કુલ રૂ. 1.28 લાખના મુદામાલ સાથે આરોપીઓ વનરાજસિંહ છનુંભા વાઘેલા, યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લીધા હતા.દરમિયાન બીજા દરોડામાં પણ તાલુકા પોલીસ ટીમને જી.જે.24 ડબ્લ્યુ 8142 નંબરની રીક્ષા ઈંગ્લીશ દારૂ ભરીને હળવદથી મોરબી તરફ આવતી હોવાની બાતમીના આધારે વોચ ગોઠવીને આ નબરવાળી રીક્ષા અટકવાનો પ્રયાસ કરતા રીક્ષા ચાલકે રીક્ષા લઈને ભાગવાનો પ્રયાસ કરતા તાલુકા પોલિસી પીછો કરી હળવદ મોરબી હાઇવે ઉપર આંદરણાં ગામની સીમમાંથી રૂ.27,600ની કિંમતની 92 ઈંગ્લીશ દારૂની બોટલો, રીક્ષા મળી રૂ.1.27 લાખના મુદામાલ સાથે આરોપી ભરતસિંહ અભેસિંહ વાઘેલાને ઝડપી લીધો હતો.