ખાણ ખનીજ વિભાગે ખનીજ ચોરી મામલે 3 કરોડના વાહનો જપ્ત કરી તાલુકા પોલીસ મથકને સોંપ્યામોરબી : મોરબીના સાદુળકા અને ગોરખીજડિયા ગામની સીમમાંથી પસાર થતી મચ્છુ નદીમાથી ગેરકાયદેસર રીતે રેત ખનન કરતા રેતમાફીયાઓ ઉપર તડાપીટ વરસાવી અંદાજે ત્રણેક કરોડથી વધુના વાહનો સિઝ કરી તાલુકા પોલીસ મથકને સોંપી આપતા રેત માફીયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ.વાઢેરની સૂચના મુજબ ગઈકાલે ખાણ ખનીજ વિભાગના રવિભાઈ કણસાગરા, ગોપાલભાઈ ચંદારાણા, ગોપાલભાઈ સુવા અને મિતેશભાઈ ગોજીયાની ટીમે મોરબી તાલુકાના સાદુળકા અને ગોરખીજડિયા ગામની સીમમાં પસાર થતી મચ્છુ નદીમાં દરોડા પાડી ગેરકાયદેસર રીતે રેતી ચોરીનું નેટવર્ક ઝડપી લઈ રેતી ચોરી કરતા બે હિટાચી મશીન, એક લોડર, 6 ડમ્પર અને બે ટ્રેકટર સહિત ત્રણેક કરોડનો મુદ્દામાલ ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકને સોંપી આપી રેતી ચોરી કરતા તત્વો વિરુદ્ધ ખનીજ ચોરી મામલે ફરિયાદ નોંધાવવા કાર્યવાહી શરૂ કરી છે.