હળવદ : હળવદ શહેરમાં રહેતી સગીરાને અવાર નવાર અડપલા કરી બિભત્સ માંગણી કરવાની સાથે છેડતી કરનાર ઢગા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં રહેતી સગીરાને અવાર નવાર પરેશાન કરી શારીરિક અડપલા કરી છેડતી કરનાર આરોપી અરજણ ઉર્ફે અજો જીવરાજભાઈ દેવીપૂજક રહે.હળવદ ત્રણ માળીયા વાળા વિરુદ્ધ સગીરાના માતાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.