મોરબી : મોરબીમાં આર્યવત એજ્યુકેશન કોલેજ ખાતે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યુ હતું. આ સાથે શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્રની ટીમે તા.22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આ મહા અવસરની વિદ્યાર્થીઓને માહિતી આપી હતી.કોલેજની વિદ્યાર્થીનીઓએ વિજય તિલક કરીને શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્રની ટીમનું સ્વાગત પણ કર્યું હતું.