મોરબી : મોરબીમાં લીલાપર રોડ પર આવેલા ગીરનારી આશ્રમ ખાતે તા. 10 જાન્યુઆરીના પ.પૂ.સદગુરૂદેવ દેવ પ્રયાગગીરી બાપુની 13મી પુણ્યતિથિ નિમીત્તે ગુરૂયાગ તથા ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તા. 9ને મંગળવારે પ.પૂ.સદગુરૂદેવ દેવ પ્રયાગગીરી બાપુની 13મી પુણ્યતિથિ નિમીત્તે રાત્રે 9 કલાકે ધુન-ભજનનો કાર્યક્રમ યોજાશે તેમજ તા. 10ને બુધવારે સવારે 9 કલાકે ગુરૂયાગ તથા ધ્વજારોહણ અને બપોરના 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા અને સંત દર્શનનો લાભ લેવા ગીરનારી આશ્રમના સાધ્વી મહંત હંસાગીરી માતાજી તેમજ આશ્રમના સેવકગણ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.