માસા-માસીના ત્રાસથી કંટાળીને કિશોરી ઘર છોડીને નીકળી ગયેલી હતી, સમજાવટથી મામલો થાળે પડ્યોમોરબી : મોરબીની 181 અભયમ ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જેમાં 13 વર્ષની કિશોરી પોતાના માસા-માસીના ત્રાસથી કંટાળીને ઘરેથી કહ્યા વગર નીકળી ગઈ હતી. જેનું 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું અને તે કિશોરીનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.મોરબી 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે વાંકાનેર હાઈવે પર એક કિશોરી છેલ્લા દસ કલાકથી આમ-તેમ આંટાફેરા કરે છે તેઓ કાંઈ પણ બોલતી નથી અને ખૂબ જ ગભરાયેલા છે તેથી પીડીત કિશોરીને 181ની ટીમની મદદ ની જરૂર છે.જેના પગલે 181 ના કાઉન્સિલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન પરમાર તેમજ પાયલોટ પ્રદિપભાઇ ઘટના સ્થળે કિશોરીની મદદ માટે પહોંચ્યા હતા.આ કિશોરીનું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવેલ કે તેમના માતા -પિતા બંને મૃત્યુ પામ્યા અને હાલ તેઓ છેલ્લા બે મહિનાથી તેમના માસા-માસી સાથે એક કંપનીમાં રહેતી હતી. ત્યારબાદ કિશોરીએ જણાવેલ કે કામકાજ બાબતે તેમની માસી ખીજાતા હતા અને ઢોર માર મારતાં હતાં તેમજ ઘરની બહાર નીકળી જા તેવું કહેતા હતા અને અયોગ્ય વર્તન કરતા હતા અને તેમની માસી જમવા બાબતે રોજ ત્રાસ આપતા હતા.અને તેમના માસી તું મરી જા તેવું ખરાબ-ખરાબ બોલતા હતા જેથી કિશોરી કંટાળીને ઘર છોડીને કોઈ ને પણ કહ્યા વગર ચાલતા ચાલતા વાંકાનેર ચોકડી પહોંચી ગઈ હતી.વધુમા 181 ટીમ દ્વારા કિશોરીના પરિવારના સભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. 181 ટીમ દ્વારા કિશોરીના માસા માસીનું કાઉન્સિલિંગ કરાયું તેમજ દિકરી સાથે અયોગ્ય વર્તન ન કરવા અને મારઝુડ ન કરવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી.તેમજ કિશોરી નું ધ્યાન રાખવા અને તેમને શિક્ષણ આપવા તેમના માસા-માસી ને જણાવેલ અને તેઓ દ્વારા કિશોરીની પૂરેપૂરી સંભાળ લેવા ખાતરી આપેલ.