મોરબી : મોરબી જીલ્લાની જુના દેવળીયા કુમાર શાળા ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.જુના દેવળીયા શાળા ખાતે યોજાયેલ આનંદ મેળાનું ઉદઘાટન મોરબી જીલ્લા પ્રાથમીક શિક્ષક સંઘના મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરા, હળવદ બીઆરસી મિલનભાઈ પટેલ, ધનાળા સી.આર.સી. દિનેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ આનંદ મેળામાં વિવિધ પ્રકારના 20 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા.જેમાં ગેમ ઝોન, ફાસ્ટ ફૂડ ઝોન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાથે બાળકોએ જમ્પિંગ અને સ્કાય બલૂનની મોજ માણી હતી. અન્ય ચાર શાળાના વિદ્યાર્થીઓએ પણ આનંદ મેળાની મુલાકાત લઈ મજા માણી હતી. આ આનંદ મેળાને સફળ બનાવવા શાળાનાં તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.