મોરબી : ટંકારા- પડધરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના માતૃશ્રી સ્વ.જયાબેન હરખજીભાઈ દેથરીયાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે લીલાપર પ્રાથમિક શાળામાં સમસ્ત લીલાપર ગામના લોકોના લાભ માટે આયુષ્માન કાર્ડ તેમજ રાશનકાર્ડને લગતી તમામ કામગીરીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લીલાપર ગામના સરપંચ મનુભાઈ દેત્રોજા, ઉપસરપંચ વલ્લભભાઈ દેથરીયા સહિતનાએ માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ જેન્તીભાઈ દેથરીયા અને નિલેશભાઈ દેથરીયા તથા રવિભાઈ દેથરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.