મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર વિશાલ ફર્નિચર નજીક જીજે - 36 - ટી - 4071 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે બાઈક લઈને જઈ રહેલા મૂળ પશ્ચિમ બંગાળના વતની સુબ્રતાદાસ સુભાષચંદ્રદાસ કરણને હડફેટે લઈ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ટ્રેઇલર ચાલક ટ્રક રેઢો મૂકી નાસી જતા અકસ્માત અંગે મૃતકના નાના ભાઈ દેબબ્રતદાસ સુભાષચંદ્રદાસ કરણે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.