૫ જાન્યુઆરી ૧૯૭૬ના રોજ માર્કેટયાર્ડ હળવદની સ્થાપના થઈ હતીહળવદ : મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગવું સ્થાન ધરાવતા હળવદ માર્કેટ યાર્ડનો આજે 48 મો સ્થાપના દિવસ છે.આજે સ્થાપના દિવસે માર્કેટ યાર્ડના ખેડૂત ભોજનાલયમાં ખેડૂતોને જમવામાં અડદિયા પીરસવામાં આવ્યા હતા. સાથે હળવદ માર્કેટ યાર્ડને નવી ઊંચાઇ પર લઈ જવા માટે ખેડૂતો, વેપારીઓ અને યાર્ડ સાથે જોડાયેલા તમામ લોકોનું આભાર માનવામાં આવ્યો હતો.કપાસ,જીરૂ,મગફળી સહિતની મોટા પ્રમાણમાં જણસીઓની આવક ધરાવતા હળવદ માર્કેટ યાર્ડનો આજે પ જાન્યુઆરીના રોજ 48મો સ્થાપના દિવસ છે.ત્યારે આજે સ્થાપના દિવસના પ્રસંગે માર્કેટ યાર્ડ દ્વારા યાર્ડમાં વિવિધ જણસીઓ લઈ વેચાણ અર્થે આવતા અને હર હંમેશ યાર્ડ સાથે જોડાયેલા રહેતા ખેડૂત મિત્રોને ખેડૂત ભોજનાલય ખાતે રોજના મેનુ સાથે સાથે આજે અડદીયા પીરસી યાર્ડના વિકાસમાં આપેલ સહકાર અને યાર્ડ પ્રત્યે રાખેલ વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.દોઢ દાયકામાં યાર્ડએ ખૂબ પ્રગતિ કરી, આવતા દિવસોમાં રાજ્યનું ટોપ યાર્ડ બનાવવાનું સપનું : ચેરમેનહળવદ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે હળવદ ખેતીવાડી ક્ષેત્રે ખૂબ આગળ છે. પંથકમાંથી ત્રણ-ત્રણ નર્મદાની કેનાલો પસાર થતી હોય જેથી અહીંના ખેડૂતો બાગાયતી ખેતી ક્ષેત્રે પણ આગળ વધ્યા છે.કચ્છ-અમદાવાદ હાઈ-વે પર આવેલું હળવદ યાર્ડ આવતા દિવસોમાં રાજ્યનું ટોપ યાર્ડ બને તે દિશામાં અમારા પ્રયત્નો છે.હળવદથી ૧૦૦ કિલોમીટર હિરાસર એરપોર્ટ અને અહીં બાજુમાં જ રેલવે યાર્ડ આવેલું હોય જેથી તેનો લાભ પણ વિવિધ જણસીઓને એક્સપોર્ટ કરવા માટે મળવાનો છે.જેથી આવતા દિવસોમાં હળવદ માર્કેટયાર્ડ ખૂબ પ્રગતિ કરવાનું છે આ પ્રગતિનો શ્રેય માર્કેટયાર્ડ સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને જાય છે.ખેડૂતોની સાથે એના પરિવારને પણ બજાર સમિતિ મદદ રૂપ બને છે : સેક્રેટરીયાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે હળવદ બજાર સમિતિ ખેડૂત લક્ષી વિવિધ યોજનાઓ બનાવવામાં આવી છે.જેમાં ખાસ કરીને યાર્ડ સાથે જોડાયેલા લોકોને રાહત દરે ભોજન,ખેડૂતોને અકસ્માત વીમો, એમબીબીએસનો અભ્યાસ કરતા ખેડૂત પરિવારના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ,લોકોને 24 કલાક એમ્બ્યુલન્સની સુવિધા સહિતના કામો કરવામાં આવે છે.