મોરબી : મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા તા.7ને રવિવારે સવારે 9 કલાકે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર આવેલ રામધન આશ્રમ ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો.10 સુધીના બાળકો માટે સંગીત ખુરશી, મેમરી ટેસ્ટ, ટાર્ગેટ, લીંબુ ચમચી, ચોકલેટ વીણ સહિતની સ્પર્ધા પણ યોજાશે. બપોરે 12 કલાકે ભોજન સમારોહ યોજાશે.