મોરબી : અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપવા માટે ફરી રહેલી કળશ યાત્રા આજે મોરબીના સરસ્વતી શીશુમંદિરએ પહોંચતા આ કળશ પૂજન કરાયું હતું.સમગ્ર દેશના હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર સમાન અયોધ્યામસ રામ મંદિર બની રહ્યું છે. અને 22 જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય તેના સંદભૅ મોરબીના સરસ્વતી શીશુમંદિરએ કળશ પૂજન કરીને નાના નાના બાળકોને આવનારી 22 તારીખે ના કાર્યક્રમથી માહિતગાર કરવા રામ જન્મભૂમિ તિર્થક્ષેત્રની ટીમ પહોંચીને ટ્રસ્ટીઓને અને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યાં હતા. સ્કૂલના આચાર્ય દ્વારા વિજય તિલક કરીને રામ જન્મભૂમિ તિર્થક્ષેત્રની ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.