મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર ઉમીયા સર્કલ પાસે સત્યેશ્ર્વર મહાદેવ મંદિર નજીક નવરંગ નેચર કલબ દ્વારા તા. 7ને રવિવારે સવારે 8 થી 1 વિવિધ વસ્તુઓનું રાહતભારે વેચાણ કરવામાં આવનાર છે.જેમાં 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો દરેક જાતના ફુલ છોડના કલમી રોપા, દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર, ચુર્ણ, શુદ્ધ મધ, દરેક જાતના બીયારણ, ગાય આધારિત ફીનાઈલ, ગૌ મુત્ર અર્ક, હરીપર જાનકી ઓઈલ મીલનુ ઘાણીથી પીલેલ કાળા સફેદ તલનુ તેલ, સાની, પ્યોર મગફળીનુ તેલ, દેશી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા, ખાખરા, પાપડ, દેશી રૂ, કોટનની દીવાની વાઈટુ સહિતની વસ્તુઓ મળશે. વધુ વિગત માટે વી.ડી. બાલા મો.નં. 9427563898 તથા લવજીભાઈ પ્રજાપતિ મો.નં. 9925369465નો સંપર્ક કરવા જણાવાયુ છે.