ફાયર સેફ્ટીના સાધનોના ઉપયોગ અંગે અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓને માહિતીગાર કરવામાં આવ્યામોરબી : આજ રોજ તારીખ 5 જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે ફાયર સેફ્ટીના સાધનોના ઉપયોગ અંગે અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓને માહિતીગાર કરવામાં આવ્યા હતા.આગનો બનાવ બને તે સમયે ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે જિલ્લા પંચાયત ખાતે અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓને માહિતીગાર કરવા માટે મોક્ડ્રીલ ડેમોસ્ટ્રેશનનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજા, પ્રમુખ હંસાબેન જેઠાભાઈ પારેઘી, જિલ્લા પંચાયત મોરબી, માર્ગ અને મકાન પંચાયત વિભાગ મોરબીના કાર્યપાલક ઇજનેર, કે.કે. ઘેટીયા તથા તાલુકા પંચાયત મોરબીના પ્રમુખ અશોકભાઈ દેસાઇની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત કચેરીના કંમ્પાઉન્ડમાં વર્ગ-૧ થી વર્ગ-૪ સુધીના અધિકારી/કર્મચારીઓની હાજરીમાં આપત્તિના સમયે ફાયર સેફ્ટીના સાધનોના વપરાશ અંગે માહિતી આપી કેવી રીતે ઉપયોગ કરવાનું સમજાવીને પ્રેક્ટીકલ ડેમો બતાવીને સફળ મોકડ્રીલ કરવામાં આવી હતી.