સ્વ. છબીલદાસ કરમશીભાઈ કોટેચા પરિવારના સહયોગથી યોજાયો હતો કેમ્પઅત્યાર સુધીના 28 કેમ્પમાં કુલ 8997 લોકોનું વિનામૂલ્યે સચોટ નિદાન થયુંમોરબી : રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત ગઈકાલે તારીખ 4 જાન્યુઆરી ને ગુરુવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમાં 403 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત 205 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા.રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.પ્રવર્તમાન માસનો કેમ્પ સ્વ.છબીલદાસ કરમશીભાઈ કોટેચા (હ. ગીરીશભાઈ તથા ભરતભાઈ) પરિવારના સહયોગથી યોજવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જલારામ મંદિર ખાતે ગત 27 માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમાં કુલ 8594 લોકોએ લાભ લીધો છે. તેમજ કુલ 3732 લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે. ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમાં કુલ 403 લોકોએ લાભ લીધો હતો. તેમજ 205 લોકોના વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા.કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગભાઈ રાચ્છ, અમિતભાઈ પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, રમણીકભાઈ ચંડિભમર, અરવિંદભાઈ સોમૈયા, પારસભાઈ ચગ, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી તથા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહિલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહિનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી- મો.નં. 98250 82468, હરીશભાઈ રાજા મો.નં. 98792 18415, નિર્મિતભાઈ કક્કડ મો.નં. 99988 80588, અનિલભાઈ સોમૈયા મો.નં. 85110 60066 પર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.