મોરબી : મોરબીના નાની વાવડી ગામે આગામી તારીખ 6 જાન્યુઆરી ને શનિવારના રોજ માધવ અંધ-અપંગ ગૌશાળા ટ્રસ્ટ નાની વાવડી દ્વારા નાટક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.માધવ અંધ-અપંગ ગૌશાળા ટ્રસ્ટ નાની વાવડી દ્વારા ગૌમાતાના લાભાર્થે ગોપી ગાયની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે તા.6 જાન્યુઆરીએ રાત્રે 9-30 કલાકે નાની વાવડીના ઘણ ચોક ખાતે મહાન ઐતિહાસિક નાટક જય ચિતોડ અને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર ભજવવાનું આયોજન કરાયું છે. જેમાં ફતેપર ગૌ-સેવા યુવક મંડળ- ફતેપર દ્વારા આ નાટક રજૂ કરવામાં આવશે. તો આ નાટક નિહાળવા સર્વે ભક્તોને આમંત્રણ પાઠવાયું છે.