વાંકાનેર : મોરબી-રાજકોટના સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાને સન્માનિત કરવા માટે આગામી તારીખ 5 જાન્યુઆરી ને શુક્રવારના રોજ શૌર્ય-કીર્તિ સન્માન સમારોહનું આયોજન વાંકાનેરમાં કરવામાં આવ્યું છે.ગત તારીખ 13 ડિસેમ્બરના રોજ સંસદ ભવનની સુરક્ષાને ભેદીને 2 યુવક અંધાધૂંધી મચાવવાના આશય સાથે સાંસદોની બેઠક વ્યવસ્થા તરફ આગળ વધ્યા હતા. તે દરમિયાન સાંસદ મોહનભાઈ કુંડારીયાએ ત્વરિત હિંમત અને કુનેહ દાખવીને આ યુવકોને રોકવાનું બહાદૂરીપૂર્ણ કામ કર્યું હતું. ત્યારે આ કાર્ય બદલ મોહનભાઈ કુંડારીયાને સન્માનિત કરવા માટે રાજકોટ લોકસભા, ભારતીય જનતા પાર્ટી દ્વારા 5 જાન્યુઆરીના રોજ સાંજે 4 કલાકે વાંકાનેરના જ્ઞાનગંગા સ્કૂલના ઓડિટોરિયમમાં શૌર્ય-કીર્તિ સન્માન સમારોહનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા ઉપસ્થિત રહેશે.