મોરબી : મોરબીના લીલાપર ગામે ગુરુદેવ સોસાયટીમાંથી અઠવાડિયા પૂર્વે ગુમ થયેલા માતા અને બે પુત્રીઓ હેમખેમ મળી આવતા પોલીસે અને પરિવારજનોએ રાહત અનુભવી છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર ગામે ગુરુદેવ સોસાયટીમાં રહેતા ડોલીબેન પરેશભાઇ અગ્રાવત ઉ.26, તેમની પુત્રી હીરબેન પરેશભાઇ અગ્રાવત ઉ.8 અને ક્રિષાબેન પરેશભાઇ અગ્રાવત ઉ.3 ગત તા.24ના રોજ લાપતા બનતા પરેશભાઇ કિશોરભાઇ અગ્રાવતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પરિણીતા અને બાળકીઓને શોધી કાઢ્યા હતા અને પરિણીતા તેમજ બન્ને બાળકીઓ હેમખેમ મળી આવતા પોલીસ તેમજ પરિવારજનોએ રાહત અનુભવી છે.