હળવદ : હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે ખાટલામાંથી ઉભા થતા સમયે પડી જતા કપાળના ભાગે ઈજાઓ પહોંચતા મણીબેન ભીમાભાઇ મકવાણા ઉ.70ને સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.