હળવદ : શિવમ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા હળવદની યુનિક હોસ્પિટલ ખાતે આગામી તારીખ 7 જાન્યુઆરી ને રવિવારના રોજ જોઈન્ટ રિપ્લેસમેન્ટ તથા મગજ અને મણકાના રોગોનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે.હળવદની યુનિક હોસ્પિટલ ખાતે આગામી તા. 7 જાન્યુઆરી ને રવિવારે સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન યોજાનાર આ કેમ્પમાં ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. પ્રહલાદ ઉધરેજા, ન્યૂરો એન્ડ સ્પાઈન સર્જન ડો. રિધમ ખંડેરીયા અને ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. ધવલ દેવાણી સેવા આપશે. આ ફ્રી નિદાન કેમ્પમાં ઘુંટણ અને થાપાનો દુઃખાવો, સ્નાયુનો દુઃખાવો, કમર અને ગરદનનો દુઃખાવો, મણકાની ગાદીનો ઘસારો અને સાયટીકાની સારવાર, મગજની ગાંઠ અને હાથ-પગમાં ખાલી ચડવી જેવા રોગનું નિદાન કરી આપવામાં આવશે. વધુ માહિતી માટે સચિન મકવાણા (મો.નં. 97275 27566), રૂષિક રામાનુજ (મો.નં. 97275 27565) પર સંપર્ક કરવા જણાવાયું છે.