હળવદ : હળવદ તાલુકાના અજીતગઢ ગામે આગામી તારીખ 15 જાન્યુઆરીને સોમવારના રોજ સ્વ. રાહુલભાઈ પ્રવીણભાઈ આહિર અને સ્વ. મિતલબેન રાહુલભાઈ આહિરની દ્વિતિય વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તારીખ 15 જાન્યુઆરી ને સોમવારના રોજ સવારે 9 થી 1-30 કલાકે અજીતગઢ ગામે શિવ મંદિર ખાતે સ્વ. રાહુલભાઈ પ્રવીણભાઈ આહિર અને સ્વ. મિતલબેન રાહુલભાઈ આહિરની દ્વિતિય વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાશે. જેમાં સંસ્કાર બ્લડ બેંક મોરબી તથા સિવિલ હોસ્પિટલ મોરબીનો સહયોગ મળશે. રક્તદાન કેમ્પમાં એકત્રિત થનાર બ્લડ જરૂરિયાતમંદ દર્દીઓને પૂરું પાડવામાં આવશે. તો આ રક્તદાન કેમ્પમાં સહભાગી થઈ રક્તદાન કરવા સર્વેને અપીલ કરવામાં આવી છે.