મોરબી : ખોખરા હનુમાન - હરિહર ધામ ખાતે આયોજીત રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં મોરબી જિલ્લાની એક માત્ર સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયના બે ઋષિકુમારો એ ગોલ્ડ મેડલ મેળવી વિદ્યાલય, સંસ્થા તથા મોરબી જિલ્લાનું નામ રોશન કરેલ છે.આ બંને ઋષિકુમારો આગામી ફેબ્રુઆરી મહિનામાં અયોધ્યા મુકામે અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.