મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા વટેમાર્ગુ અને સોસાયટી વિસ્તારના વડીલો માટે આરામદાયક બાકડા મૂકવામાં આવ્યા છે.લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા સત્કાર રેસિડેન્સી અને શ્રદ્ધા માજી સૈનિક મહામંડળ રાજકોટ-કચ્છ હાઈવે પર વડીલો અને વટેમાર્ગુઓ માટે કુલ સાત આરામદાયક બાંકડા મૂકવામાં આવ્યા છે. આ સેવાકીય પ્રોજેક્ટમાં પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, ખજાનચી લા. મણિલાલ જે કાવર અને પૂર્વ પ્રેસિડેન્ટ લા. અમરશીભાઈ અમૃતિયા સહિતનાએ હાજરી આપી હતી. આ પ્રોજેક્ટનું માર્ગદર્શન સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલાએ આપ્યું હતું.