મોરબી : રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા તેમનામાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા માટે લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે મોરબી 31 ડિસેમ્બરના રોજ રમતગમત સ્પર્ધા તથા વેશભૂષા સ્પર્ધા અને ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ હતું.પ્રમુખ જયેશભાઈ કોટેચાના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 400થી વધુ વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધા ફોર્મ ભર્યા હતા. તેમાંથી દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર મેળવનાર 40થી વધુ વિદ્યાર્થીઓને ઈનામ અર્પણ કરવામાં આવ્યા હતા તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે 650 થી વધુ જ્ઞાતિજનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રઘુવંશી યુવક મંડળના પ્રમુખ જયેશભાઈ કોટેચા, ઉપપ્રમુખ રવિભાઈ કોટેચા, સેક્રેટરી રોનકભાઈ કારીયા, પ્રો. ચેરમેન તેજસભાઈ બારા તથા રઘુવંશી યુવક મંડળના બધા જ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.