મોરબી : મોરબીમાં નાયબ નિયામક, બાગાયત કચેરી દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી ખાતે અર્બન હોર્ટીકલ્ચર (શહેરી બાગાયત) તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડે-એન.યુ.એલ.એમ.ના સખીમંડળના બહેનો તથા તેમના પરીવારના બહેનો અને અર્પિત મહિલા ટ્રસ્ટ મોરબીના તાલીમાંર્થી બહેનો મળીને ૫૦થી વધુ બહેનો જોડાયા હતા.સંસ્થાના પ્રમુખ રંજનબેન ભાયાણીની આ વેળાએ ઉપસ્થિતી રહી હતી. જેમાં બાગાયતી તાલીમની સાથે બિયારણ વિતરણ અને શકભાજી ફૂલછોડ રોપવા ફ્રીમાં દરેક ને કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ હળવા નાસ્તા સાથે કીટ (પેન- પેડ- ફોલ્ડરફાઈલ) પણ આપવામાં આવી હતી.