મોરબી : આગામી તારીખ 7/1/2024ને રવિવારે આઈ શ્રી કોઠાવાળી મચ્છોમાંનો 24 કલાકનો નવરંગો માંડવો યોજાશે. આઈ શ્રી મચ્છો યુવા ગ્રુપ આયોજિત માતાજીનો માંડવો આઈ શ્રી કોઠાવાળી મચ્છોમાનુ મંદિર, દરબારગઢ, મોરબી મુકામે યોજાશે.કાર્યક્રમ અંતર્ગત થાંભલી રોપણ તારીખ 7/1/2024ને રવિવારે સવારે શુભ ચોઘડિયે, સામૈયા સવારે 10:00 કલાકે, મહાપ્રસાદ બપોરે 11:00 કલાકે, ડાકની રમઝટ રાત્રે 10:00 કલાકે તેમજ થાંભલીના વધામણા તારીખ 8/1/2024 ને સોમવારે સવારે શુભ ચોઘડિયે કરવામાં આવશે. રાવળદેવ હરેશભાઈ પનારા (ટંકારાવાળા) તથા વિરમભાઈ પનારા (ટંકારાવાળા) ડાકડમરૂની રમઝટ બોલાવશે.પંચના ભુવામાં કમાભાઈ લાખાભાઈ ગમારા-મચ્છો માતાજીના ભુવા, નાજાભાઇ હિન્દુભાઈ ગોલતર-ગાત્રાળ માતાજીના ભુવા, દુદાભાઈ ભલાભાઇ સુસરા-ખેવારીયાવાળી મેલડી માતાજીના ભુવા, મગનભાઈ દેવાભાઈ ટોયટા-ચામુંડા તથા મેલડી માતાજીના ભુવા, બાબુભાઈ કુકાભાઈ કરોતરા-મેલડી માતાજીના ભુવા, અરુણબાપુ-લીમડાવાળી મેલડી માતાજીના ભુવા, રાજુભાઈ પીઠડીયા-પીઠડ માતાજીના ભુવા, હસુભાઈ પરમાર-ટીંબાવાળી તથા ધક્કાવાળી મેલડીમાંના ભુવા, હકાભાઇ ઝાપડા-સીદીબાપાની મેલડીમાંના ભુવા, અમિતભાઈ ભુવા-આઈ શ્રી કરડીયાવાળી મોગલ !માંના ભુવા, જેન્તીભાઈ રાજગોર-મોગલમાંના ભુવા તથા રેખાદે-મેલડીમાંના ભુવા ઉપસ્થિત રહેશે.