મોરબી : મોરબીમાં દારૂબંધીનો કડક અમલ કરવા હમણાંથી સ્થાનિક પોલીસ સહિત લોકલ ક્રાઈમ બ્રાન્ચ મેદાને આવી હોય એમ પોલીસ થર્ટી ફર્સ્ટ પહેલાથી દેશી વિદેશી દારૂના ધમધમતા હાટડા ઉપર ત્રાટકીને બુટલેગર ઉપર તવાઈ ઉતારી રહી છે. દરમિયાન દારૂની વધુ એક કાર્યવાહીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોરબી સીટી એ ડિવિઝનમાં નોંધાયેલા દારૂની હેરાફેરી કરવાના ગુન્હાઓ આચરી નાસતા ફરતા નામચીન બુટલેગર સીદીકભાઈ ઇસ્માઇલભાઈ ચાનીયા રહે મોરબી વાઘપરા વિસ્તારવાળો હાલ મોરબી નજીક આવેલ રવાપર ઘુંનડા રોડ પરની દરગાહ પાસે હોવાની હકીકત મળતા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તે સ્થળે જઈને આરોપીને દબોચી લઈ એ ડિવિઝન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.