મોરબી : ટંકારા તાલુકાના ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રામા હાજરી આપવામાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે. ઉપરાંત તેઓએ લોકો આ યાત્રાથી લાભન્વિત થાય તે માટે સતત પ્રયાસો કર્યા છે.વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ ગામેગામ છેલ્લા એક માસથી ફરી રહી છે. અને પ્રજાજનો આ યાત્રાથી કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે પીએમ સ્વનિધિ પીએમ વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ ઉજજવલા યોજના આયુષમાન કાર્ડ આભા કાર્ડ પીએમ કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આધારકાર્ડ વગેરે યોજનાઓ વિશે જાણકારી આપી રહ્યા છે.આ યોજનાઓના ફોર્મ ભરી લોકોને આ યોજનાઓનો લાભ મળી રહ્યો છે ત્યારે આ સંકલ્પ યાત્રામાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને હાજર રહી લોકોને સરકારી યોજનાઓ સમજાવવા, લોકોની મુશ્કેલીઓમાં સહભાગી બની લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે. મોરબી જિલ્લાની આ સંકલ્પ યાત્રામાં ૬૬ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પોતાના મતવિસ્તારના તમામ ગામોમાં હાજર રહી લોક સંપર્ક કરી છેવાડાના માનવી સુધી પંડિત દિનદયાળજીની પંચનિષ્ઠાને સાકાર કરવા તથા વડાપ્રવાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીનની સરકાર દ્વારા પ્રજાભિમુખ સરકારી યોજનાઓના લાભ લેવડાવી, લોક પ્રતિનિધિ બની સંકલ્પ યાત્રામાં સતત સાથે રહીને લોકોને લાભ અપાવેલ છે. તેમ યાદીમાં જણાવાયું છે.