હળવદ : હળવદ હાઇવે પર આવેલ માર્કેટ યાર્ડના ગેટ સામે આજે સાંજના સમયે બાઈક અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા છકડો રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી બાઇક સવાર અને છકડો રીક્ષા ચાલક ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.આજે સાંજના પાંચેક વાગ્યાની આસપાસ હળવદ અમદાવાદ હાઈવે પર માર્કેટ યાર્ડના ગેટ સામે બાઈક અને છકડો રીક્ષા સામ સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો અને છકડો રીક્ષા પલટી મારી ગઈ હતી. જેથી છકડો રીક્ષાના ચાલક કાળુભાઈ રહે. હળવદ બસ સ્ટેશન પાછળ તેમજ બાઈક ચાલક પ્રશાંતભાઈ ગોપાલભાઈ સોનગરા રહે. ચરાડવા વાળાને ઇજાઓ પહોંચી હતી.બનાવને પગલે આજુબાજુના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્તોને હળવદ યાર્ડની એમ્બ્યુલન્સ બોલાવી તાત્કાલિક સારવાર માટે શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.