પ્રબળ શીવ ભક્તિને કારણે સામાન્ય આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ 20 વર્ષીય યુવાને સ્ટીલની દુકાનમાં કામ કરી પરિવારને મદદરૂપ થઇ કમાણીમાંથી અતિશય કઠિન ગણાતા બાર જ્યોતિલિંગના દર્શન કરીને ધન્યતા અનુભવીમોરબી : પ્રવર્તમાન હાઇફાઈ ટેકનોલોજીના યુગમાં મોબાઈલમાં આંગણીના ટેરવે આવેલી દુનિયામાં એટલે સોશ્યલ મીડિયામાં યુવાનો ગળાડુબ રહેતા હોય ઉપરાંત ડાન્સ વીથ ડિસ્કો તેમજ પૉપ મ્યુઝિકમાં જ મોજ મજા કરીને જીવન જીવવાના મૂળ ઉદેશ્ય ઈશ્વરની ભક્તિ અને આધ્યાત્મિકતાથી વિમુખ થયાની ટીકાઓને મોરબીના યુવાને ખોટી પાડી છે.આ યુવાને શિવ પ્રત્યે અતૂટ શ્રદ્ધાથી 20 વર્ષની વયે સ્ટીલની દુકાનમાં કામ કરી પરિવારને પણ આર્થિક રીતે મદદરૂપ થવાની સાથે એક વર્ષથી પૈસા બચાવીને એ નાણાંથી 12 જ્યોતિલિંગની યાત્રા પૂર્ણ કરી હતી.મોરબીના નાની વાવડી ગામે રહેતા 20 વર્ષીય ભાવેશ વાસુદેવભાઈ ભોજવાણીને નાનપણથી ઈશ્વરની ભક્તિ અને સારા સંસ્કારો વારસામાં મળ્યા હતા. જો કે તેના પિતા શરૂઆતથી સીઝન પ્રમાણે ગુલ્ફીની લારી, શિયાળામાં ચિકીઓ તેમજ ચોમાસામાં પ્લાસ્ટિકના ચંપલોની લારી કાઢી શેરીએ શેરીએ ફરીને વેચતા હોય ઘરની આર્થિક પરિસ્થિતિ સાધારણ હોવાથી ધો.10 સુધી જ ભણીને આ યુવાન પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા સ્ટીલની દુકાનમા કામે ચડી ગયો હોય પણ તેને ભગવાન શિવ પ્રત્યે અનેરી ભક્તિ હોવાથી નાનપણથી જ બાર જ્યોતિલીગના દર્શન કરવાની અદમ્ય ઈચ્છા હતી. આથી આ ઈચ્છા પુરી કરવા સ્ટીલની દુકાનમાં કામ કરવા બદલ દર મહિને મળતા પગારમાંથી મોટાભાગની રકમ પરિવારને આપી અને અમુક ટકા રકમ એક વર્ષથી બચાવી બારજ્યોતિલીગની યાત્રા કરવા માટેની જોગવાઈ. થઈ જતા થોડા સમય પહેલા પરિવારની અનુમતીથી બાર જ્યોતિલીગના દર્શન કરવા નીકળી 20 દિવસમાં અલગ અલગ જગ્યાએ આવેલા નેપાળના કાઠમંડુમાં આવેલ પશુપતિનાથ, બિહારમાં આવેલ બાબા વૈદ્યનાથ ધામ, વારાણસીમાં આવેલ કાશી વિશ્વનાથ, ઉજ્જૈનમાં આવેલ મહાકાલેશ્વર, ખંડવામાં આવેલ ૐકારેશ્વર, નાસિકમાં આવેલ ત્રંબકેશ્વર, ઔરંગાબાદમાં આવેલ ઘુશમેશ્વર, મહારાષ્ટ્રમાં આવેલ ઔંધા નાગનાથ, પુણેમાં આવેલ ભીમાશંકર, આંધ્રલરદેશમાં આવેલ મલ્લિકાર્જુન શ્રીસૈલમ , તમિલનાડુમાં આવેલ રામેશ્વરમ જયોર્તિલિંગ અને ગુજરાતમાં આવેલ સોમનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.