મોરબી : મોરબીના બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલપર્સ એસોસિએશનની સાધારણ સભાનું આયોજન તા. ૦૬ને શનીવારના રોજ ધુનડા રોડ ઉપર આવેલ ઇડન હિલ્સ ખાતે કરવામાં આવેલ છે.આ મિટિંગ સાંજે ૪:૩૦ કલાકે યોજાશે. તમામ વર્તમાન સભ્યોને આ સાધારણ સભામાં હાજર રહેવા આમંત્રણ છે. એસોસિએશનના સભ્ય પદે નોંધણી કરવાનું ચાલુ હોઈ નવા સભ્ય બનવા ઇચ્છતા હોય તેને પણ આમંત્રિત કરવામાં આવે છે. આગામી હોદેદારો ની મુદત પૂરી થતી હોય નવા હોદેદારોની નિયુક્તિને લઈને આ મીટીંગને ખુબ અગત્યની માનવામાં આવી રહી છે. તેમ મોરબી જીલ્લા બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ બી. બોપલીયાની યાદીમાં જણાવાયું છે.