મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર મીરા પાર્ક સોસાયટીમાં અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશની વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા સોસાયટીના મંદિરે વિરામ પામી હતી. જ્યાં મંદિરે કળશની મહાપુજા કરવામાં આવી હતી. આ વેળાએ મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા.