રોહિદાસપરા સહિતના વિસ્તારોના લોકોને રેલવે ક્રોસિંગ કરવા તકલીફ પડતી હોવાથી પુલ બનાવવાની રજુઆતમોરબી : મોરબીના વીસી ફાટક પાછળ અવેલ્સ રોહિદાસ પરા, વિજયનગર, આંબેડકર કોલોની, ગુજરાત સોસાયટી, ભીમરાવ નગર તથા આસપાસના અરીયાના માણસોને રેલ્વે લાઇન ક્રોસ કરવામાં અડચણ થતી હોય તેના વિકલ્પે રેલ્વે સ્ટેશન પાસે એક પુલનું નિમાર્ણ કરી આપવા આ વિડતારોના લતાવાસીઓએ ડી.આર.એમ. એલ.આર.એમ. વિભાગ, રાજકોટ, જનરલ મેનેજર સ્ટેશન રોડ, મોરબી રેલ્વે સ્ટેશનને રજુઆત કરી છે.રજુઆતમાં જણાવ્યા મુજબ વીસી ફાટક પાછળ આવેલા રોહિદાસ વિજયનગર, આંબેડકર કોલોની, ગુજરાત સોસાયટી, ભીમરાવ નગર તથા આસપાસના એરીયાના લતાવાસીઓને પોત પોતાના ઘરે જવું હોય તો વી.સી. ફાટકેથી ફરીને જવું પડે છે. જે લતાવાસીઓને દુર થાય છે. તો આ અડપરૂપ સમસ્યાને દુર કરવા રેલ્વે સ્ટેશનની બાજુમાં એક પુલનું નિમાર્ણ કરી આપો જેથી રાહદારીઓને પગપાળા ચાલીને રેલ્વે લાઈન ક્રોસીંગ કરવામાં શરળતા રહે તેમજ આ લતાવાસીઓએ અવારનવાર અગાઉ પણ લાગતા વળગતા ડીપાર્ટમેન્ટમાં લેખીત રજુઆત કરી છે. દરમિયાન અત્યાર બાંધકામનું કાર્ય ચાલુ તો સાથે સાથે આ લતાવાસીઓને પણ એક પુલનું નિર્માણ કરી આપો તો પગપાળા આવતા લોકોને રેલ્વે ક્રોસીંગ કરવામાં શરળતા રહે અને તેમના ઘરે સરળતાથી આવી-જઇ શકીએ.આ તમામ વિગતો ઘ્યાને લઇ પુલ બનાવી આપવાની માંગ કરી છે.