મોરબી : બે દિવસ પૂર્વે મોરબી ઘોઘંબા રૂટની બસને વિરમગામ નજીક અકસ્માત નડતા રવાપર નદી ગામના એક બાળકનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે અન્ય ચારેક લોકોને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીથી ઘોઘંબા તરફ જતી એસટી બસને વિરમગામ માલવણ રોડ ઉપર વણી કાકરવાડી નજીક અકસ્માત નડતા આ અકસ્માતમાં રવિવારે રવાપર નદી ગામના રહીશ વિહાન હરેશભાઇ પટેલ ઉ.4 નામના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.વધુમાં આ અકસ્માતમાં હરેશભાઇના પત્નીને ઇજાઓ પહોંચી હતી સાથે જ હરીશભાઈ દાનાભાઇ, હરીશભાઈ વાલાભાઈ અને પરસોત્તમભાઈ હરિભાઈ રહે.મોરબી તેમજ બસના ચાલક સહિત કુલ 20 જેટલા લોકોને ઇજાઓ પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.