મોરબી : મોરબી જીલ્લાના ગોરખીજડીયા ગામમાં આવેલી અલખધણી ગૌશાળાનો 14માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. ત્યારે અલખધણી ગૌશાળાના રામદેવજી મહારાજ દ્વારા ગૌશાળાના લાભાર્થે તા. 2 થી 8 જાન્યુઆરી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનો સમય સવારે 9 થી 12 અને બપોરના 3 થી 6 કલાકનો રહેશે. કથાના વ્યાસાસને વક્તા શ્રીભાગવતપિયુષપરાયણ, ભાગવતભૂષણ, સંસ્કૃત વિષારદ આચાર્ય પિયુષભાઇ પી. પંડ્યા બીરાજી કથાનું રસપાન કરાવશે. આ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞમાં દરરોજ વિવિધ પ્રસંગોની ઉજવણી કરાશે. જેમાં તા. 3ના કપીલ જન્મ, તા. 4ના નૃસિંહ પ્રાગટ્ય, તા.5ના વામન જન્મ, રામજન્મ, કૃષ્ણ જન્મ, તા. 6ના ગોવર્ધન ધારણ, અન્નકુટ દર્શન, તા. 7ના રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ તેમજ તા. 8ના સુદામા દેવ ચરીત્ર, પરીક્ષિત મોક્ષ તથા કથા પૂર્ણાહૂતિ યોજાશે. તા. 2 થી 8 જાન્યુઆરી દરમિયાન કથામાં આવતા તમામ મહેમાનો અને સાધુસંતો માટે મહાપ્રસાદની વ્યવ્સ્થા કરવામાં આવી છે. તેમજ તા. 6ને શનિવારના મારૂતિ સાઉન્ડના સથવારે શૈલેષ મહારાજ અને સાંજીદા ગૃપ ચંદુભાઈ ડાભી દ્વારા ભવ્ય સંતવાણી કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. સાત દિવસ ચાલનારી આ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞમાં અનેક સાધુસંતો ઉપસ્થિત રહેશે.સર્વે ધર્મપ્રિય જનતાને ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અલખધણી ગૌશાળાના રામદેવજી મહારાજ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.