મોરબી :મોરબીમાં વી.સી. ફાટક પાસે રોડ ઉપર જીવતો વીજ વાયર નીચે પડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે ટ્રાફિક પોલીસની સતર્કતાને કારણે દુર્ઘટના સહેજમાં ટળી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વી.સી. ફાટક પાસેના રોડ ઉપર વાહનચાલકોના ટ્રાફિક વચ્ચે જીવતો વીજવાયર નીચે પડ્યો હતો. ત્યારે હેડ કોન્સ્ટેબલ માવજીભાઇએ ટ્રાફિક પોલીસને જાણ કરી હતી. જેથી પીઆઇ વી.એમ. લગારીયા અને પીએસઆઈ ડી.બી. ઠક્કરે તુરંત દોડી આવી ટીઆરબી આસિફભાઈ, ખુશ્બૂબેન, યાસમીન બેન તેમજ નાગરિક દેવેન્દ્ર સિંહની મદદથી વાયર પડ્યો તે એરિયાને કોર્ડન કરી ટ્રાફિક સંચાલન કરાવ્યું હતું. બાદમાં પીજીવીસીએલને જાણ કરાતા તેઓએ વાયરનું રીપેરીંગ કર્યું હતું.