મોરબી : મોરબીના હળવદ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક નજીકથી મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે વિદેશી દારૂની 5 બોટલ કિંમત રૂપિયા 1600 સાથે આરોપી મનીષ ઉર્ફે મુનો પ્રસાદભાઈ રાવલ, રાજેશ ઉર્ફે રાજ દલસુખભાઈ અધારા અને બીપીનભાઈ હિમતભાઈ મહેતાને ઝડપી લઈ ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.