માળીયા તાલુકાના મોટી બરાર ગામે નજીવી બાબતે કૌટુંબિક તકરાર પોલીસ મથકે પહોંચી મોરબી : માળીયા તાલુકાના મોટી બરાર ગામે સંડાસ બાથરૂમ ચણતર જેવી નજીવી બાબતે કૌટુંબિક તકરારમાં મોટા સસરાએ વહુઓને ગાળો આપી પાણાના ઘા ઝીકી જાનથી મારી નાખવા ધમકી આપતા ઘરનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.માળીયા તાલુકાના મોટી બરાર ગામે રહેતા ભારતીબેન દિપકભાઇ મુન્સી ઉ.28 નામના પરિણીતાએ તેમના મોટા સસરા ભુરાલાલ ખીમજીભાઇ મુછડીયા, મોટા સાસુ જયાબેન ભુરાલાલ મુછડીયા તેમજ તેમના દીકરાની વહુ દક્ષાબેન વિરજીભાઇ મુછડીયા રહે.બધા મોટી બરાર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.29ના રોજ તેમના ફળિયામાં સંડાસ બાથરૂમ બનાવવા માટે પાયા ખોદેલા હોય તેમના મોટા સસરા ભુરાલાલ ખીમજીભાઇ મુછડીયાએ પાયા બુરી નાખ્યા હતા કહ્યું હતું કે અહીં સંડાસ બાથરૂમ બનાવશો તો સારાવટ નહીં રહે કહી ગાળો આપી પાણાના ઘા ઝીકી જાનથી મારી નાખવા ધમકી આપવાની સાથે ભારતીબેનના સાસુ નિશાબેનને પણ માર મારતા ઘટના અંગે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.