મોરબી : મોરબીમાં વિવિધ સેવાકીય કામગીરી કરતી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વધુ એક સેવાકીય કામગીરી કરવામાં આવી હતી જેમાં 34 જરૂરિયાતમંદ દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવી આપવામાં આવ્યા છે.મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યો દ્વારા આ યોજનાની પહેલ કરવામાં આવી છે અને સોસાયટીના સભ્યો દ્વારા ભંડોળ એકત્રિત કરીને 34 જરૂરિયાતમંદ દીકરીઓને પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતા ખોલી આપવામાં આવ્યા હતા.