મોરબી : મોરબી સુમરા સમાજના નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. ગત તારીખ 30 ડિસેમ્બરના રોજ મોરબી સુમરા સમાજની મિટીંગ મળી હતી. આ મિટીંગમાં એહમદભાઈ દાઉદભાઈ સુમરાને સુમરા સમાજના નવા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. સુમરા સમાજના નવા પ્રમુખ એહમદભાઈ દાઉદભાઈ સુમરાને આ જવાબદારી મળતા તેઓને ચોતરફથી શુભેચ્છા મળી રહી છે.