મોરબી : મોરબીના જૂના ઘાટીલા ગામ ખાતે ઉમિયા પરિવાર સોશિયલ ગૃપ દ્વારા 22માં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્નેહમિલનના કાર્યક્રમની શરૂઆત બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને કરવામાં આવી હતી. ત્યારપછી ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રોત્સાહિત ઈનામો આપીને ગામના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ જૂના ઘાટીલા ગામના વતની ભરતભાઈ એન. વિડજાને જીલ્લા શિક્ષણાધિકારી તરીકે પ્રમોશન મળવા બદલ આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહંત દામજીભગત, પરેશભાઈ પટેલ, ઘાંટીલા ગામના સરપંચ હેતલબેન જાકાસણીયા સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા જૂના ઘાટીલા ઉમિયા પરિવાર સોશિયલ ગૃપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.