હળવદ રોડ અને લાલપર નજીક આવેલ બે ફેક્ટરીઓએ જીએસટી વિભાગે વસુલાતની કાર્યવાહી હાથ ધરી મોરબી : મોરબીમાં સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં મંદીના માર વચ્ચે વર્ષ 2023ના અંતિમ ચરણમાં લાલપર રોડ તેમજ હળવદ રોડ ઉપર બે અલગ અલગ કિસ્સામાં જીએસટી દ્વારા કરચોરી ઝડપી લેવા ઓપરેશન હાથ ધર્યુ હોવાની વિગતો બહાર આવી છે અને હળવદ રોડ ઉપરની જાણીતી ફેક્ટરીમાંથી બેનામી વ્યવહારો ઉપરાંત ગેસીફાયરની ટેક્સ ક્રેડિટના મામલે કરોડોની વસુલાત માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા છે.સંદેશ દૈનિકના અહેવાલ મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલ એક જાણતા ગ્રુપની ફેક્ટરી ઉપર ડીજીજીઆઈ દ્વારા સર્ચ સર્વે ઓપરેશન હાથ ધરી કરોડો રૂપિયાની ટાઇલ્સનું ડ્યુટી ભર્યા વગર વેચાણ થયા હોવાના પુરાવાઓ મળવાની સાથે ઇલેક્ટ્રોનિક લેજરમાં ગેસીફાયર અંગે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધાના વ્યવહાર સામે આવતા કરોડો રૂપિયાની કરચોરી મામલે વસુલાત કરવા કાર્યવાહી હાથ ધરી હોવાનું તેમજ લાલપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં પણ બેનામી વ્યવહારો મામલે તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.