મોરબી : મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલ ખાતે આજ રોજ 1 જાન્યુઆરીના દિવસે સમૂહ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ અને ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં 1 ડિસેમ્બર થી સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. 1 જાન્યુઆરીએ મોઢેરામાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમના પ્રતિકાત્મક રૂપે આજ રોજ મોરબીની પંચાસર ચોકડી પાસેના મહાવીરનગર ખાતે આવેલી દોશી એમ.એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલ ખાતે આજે સમૂહ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 200 વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં સમૂહ સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા. સૂર્ય નમસ્કાર બાદ શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણી તથા સમગ્ર સ્ટાફની ઉપસ્થિતિમાં યોગ શિક્ષક નરેશભાઈ ગઢિયા દ્વારા તમામ વિદ્યાર્થીઓને સૂર્ય નમસ્કારથી થતા લાભા લાભ તેમજ તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.આ સાથે જ શાળામાં ગત તારીખ 30 ડિસેમ્બરના રોજ આપત્તિ અને વ્યવસ્થાપન અંગે જાગૃતતા કેળવવા શાળાના સમગ્ર સ્ટાફ તથા શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણી દ્વારા ફાયર સેફ્ટી અંગેના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં આગ લાગે ત્યારે તેને કાબુમાં લેવા અને વ્યક્તિની બચાવ કામગીરી કેવી રીતે કરવી ? અગ્નિ શામકોનો ઉપયોગ કેવી રીતે કરવો ? તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરીને જાગૃતતા કેળવવામાં આવી હતી.